મોરબી : સતત 40 વર્ષથી નહેરૂ ગેટ ચોકમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરતા શ્યામ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે સવારે 8 થી 12 રાસ ગરબા અને બપોરે 12 વાગ્યે મટકી ફોડ, સાંજે 7 થી 12 રાસ ગરબા અને રાતે 12 વાગ્યે મટકીફોડ કાર્યક્રમ યોજાશે. આમ રાસ-ગરબા, છાસ વિતરણ, મટકીફોડ કાર્યક્રમ યોજાશે. તો શ્યામ મિત્ર મંડળ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ ઉજવણીમાં સર્વે ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.