મોરબી : હાલ ઠેર ઠેર કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનો માહોલ જામ્યો છે. ત્યારે મોરબી તાલુકાના ઉમિયા આશ્રમ પાસે ભાંડીયાની વાડીની બાજુમા રામજી મંદિરે શ્રી ક્રિષ્ના મિત્ર મંડળ દ્વારા ઉલ્લાસભેર જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે રાત્રે 9:30 કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ (આરતી) અને પછી (મટકી ફોડ) કાર્યક્રમ રામજી મંદિર રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા શ્રી ક્રિષ્ના મિત્ર મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.