મોરબી : આજરોજ તા. 14-8-2025 ને ગુરુવારના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા, મોરબી ખાતે શાળાના આચાર્ય હેતલબેન ગેડીયા, કિરણ સર, દીપ સર , ધર્મિષ્ઠા મેડમ , શીતલ મેડમના માર્ગદર્શનમાં હર ઘર તિરંગા અંતર્ગત ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચાવડા અવની, ચાવડા હર્ષા, ઠોરીયા સંતોષ અને રામાનુજ દિયાએ ચંદ્રયાન 3 મોડલ બનાવી શાળાનું ગૌરવ વધાર્યું છે.