મોરબી : રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી શહેરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ ચોર, ગાદી છોડના નારા સાથે મોરબીના સરદારબાગ ખાતેથી મશાલ રેલી શરૂ કરવામાં આવી હતી અને સરદાર પટેલના સ્ટેચ્યૂ ખાતે આ મશાલ રેલી પૂર્ણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મશાલો સાથે રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચચિખલીયા, મોરબી કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરઝાદા સહિતના નેતાઓ જોડાયા હતા.