મોરબી : મોરબી તાલુકાના રામપર ગામે ખાંડિયા ઠાકર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા તથા માટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 કલાકે શોભાયાત્રા, સાંજે 4 કલાકે ભવ્ય દાંડિયારાસ તથા રાત્રે 9 વાગ્યે મટકીફોડનું આયોજન કરાયું છે. દાંડિયારાસમાં કલાકાર કાળુભાઈ બારોટ રાસગરબાની રમઝટ બોલાવશે. તો બધા ધર્મપ્રેમી જનતાને ખાંડિયા ઠાકર યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજરી આપી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે.