કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલ, હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર મનોહરલાલ, સિવિલ એવિએશન મિનિસ્તર કિન્જારાપુ રામમોહન નાયડુ, હાઉસિંગ અને અર્બન અફેર્સના સ્ટેટ મિનિસ્ટર તોખાન સાહુ તેમજ દેશભરના ટોચના 900 બિલ્ડર્સ અને ડેવલપર્સ આપશે હાજરીમોરબી : દિલ્હીમાં નારેડકો અને ભારત બિલ્ડકોન દ્વારા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના સહયોગથી આગામી તા. 29 અને 30ના રોજ બે દિવસ 17માં નેશનલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ ભારત બિલ્ડકોનની કર્ટેઇન રેઈઝિંગ સેરેમની પણ યોજાશે. બે દિવસના નેશનલ કન્વેન્શનમાં બિલ્ડીંગ મટિરિયલ્સ ક્ષેત્રેને આગળ લઈ જવા અનેક મહત્વપૂર્ણ ચર્ચા- વિચારણા થવાની છે. આ ઇવેન્ટમાં કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયુષ ગોયલ, હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર મનોહરલાલ, સિવિલ એવિએશન મિનિસ્તર કિન્જારાપુ રામમોહન નાયડુ, હાઉસિંગ અને અર્બન અફેર્સના સ્ટેટ મિનિસ્ટર તોખાન સાહુની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. સાથે દેશના ટોચના 900 જેટલા બિલ્ડર્સ અને ડેવલપર્સ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે.ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો વાયબ્રન્ટ બિલ્ડકોન - 2026'નું તા.29 એપ્રિલથી 2 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તા.29ના રોજ નેશનલ કન્વેન્શન દરમિયાન ભારત બિલ્ડકોનની કર્ટેઇન રેઈઝિંગ સેરેમની યોજી લોગોનું અનાવરણ પણ કરવામાં આવશે.