મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, ભંગ કરનાર વિરૂદ્ધ કરાશે કાર્યવાહી મોરબી : પર્યુષણ પર્વ નિમિત્તે તા.20થી 28 ઓગસ્ટ સુધી મોરબી શહેર વિસ્તારમાં તમામ કતલખાનાઓ બંધ રાખવા તથા નોનવેજનું વેચાણ બંધ રાખવા મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર આગામી પર્યુષણ પર્વ નિમિતે તા.20/8/2025 (બુધવાર) થી તા. 28/8/2025(ગુરુવાર) સુધી મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ મટન, ઈંડા, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકતા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.