મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા તારીખ 14 ઓગસ્ટના રોજ વિભાષીકા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટ 1947ના રોજ દેશનું વિભાજન થયું હતું. આ વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને વંદન સાથે વિભાજન દિવસની પીડાની પ્રતીતિ કરાવતું પ્રદર્શન અને બીજા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં તારીખ 14 ઓગસ્ટ ને ગુરુવારે સાંજે 5 કલાકે વિભાજન-વિભાષીકા દિવસ નિમિત્તે મોરબીના રવાપર રોડ પર આવેલી નિલકંઠ વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે 7 કલાકે નિલકંઠ વિદ્યાલયથી સરદાર પટેલના સ્ટેચ્યૂ સામે નવા બસ સ્ટેન્ડ સુધી મશાલ રેલી નિકળશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય વક્તા તરીક ઉપસ્થિત રહેશે. તો ભાજપના સૌ કાર્યકર્તા મિત્રો, નાગરિકો અને જાહેર જનતાને પધારવા નિમંત્રણ પાઠવાયું છે.