મોરબી : મોરબીના આમરણ ગામે ચાલતા જુગાર ઉપર એલસીબી ટીમે દરોડો પાડી ૮ શખ્સોને રૂ.૪૪,૬૫૦ની રોકડ સાથે ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે,આમરણ ગામે આવેલ પગથીયા શેરીમાં દેવીપુજકવાસમાં જુગાર ચાલે છે. જેના આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમતા જીવરાજભાઈ પવનભાઈ થારુકીયા, બહાદુરભાઇ પવનભાઇ થારૂકીયા, દિનેશભાઇ ભલુભાઇ થારૂકીયા, મનીષભાઇ અણંદાભાઇ થારૂકીયા, સંજયભાઇ બટુકભાઇ થારૂકીયા, કમલેશભાઇ વસંતભાઇ થારૂકીયા, સતીશભાઇ મહેશભાઇ થારૂકીયા અને રાહુલભાઇ ચમનભાઇ થારૂકીયાને રૂ.૪૪,૬૫૦ની રોકડ સાથે પકડી મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.