માળિયા (મિયાણા): માળિયા (મિયાણા) તાલુકાના લક્ષ્મીવાસ ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત લક્ષ્મીવાસ યુવા સંગઠન ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ સવારે 8 કલાકે રામજી મંદિરથી નીકળી પ્લોટ વિસ્તાર સુધી જશે ત્યારબાદ બપોરે 11 કલાકે રામજી મંદિરે પરત ફરશે. ત્યારબાદ 11 કલાકથી 12 કલાક સુધી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 12 કલાકે મટકીફોડ કાર્યક્રમ યોજાશે. તો આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત લક્ષ્મીવાસ ગ્રામજનોને લક્ષ્મીવાસ યુવા સંગઠન ગ્રુપ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.