મોરબી : મોરબી શહેરમાં ઠેર ઠેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે શહેરના નવલખી રોડ પર ત્રિમંદિર સામે આવેલી બ્રહ્મપુરી સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિરમાં તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ રાત્રે 12 કલાકે બ્રહ્મપુરી યુવા ગ્રુપ તેમજ સોસાયટીના તમામ સભ્યો દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી શહેરમાં વસતા તમામ ભુદેવ પરિવારોને હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.