મોરબી: મોરબી-વાવડી રોડ પર આવેલી ઉમા કિડ્સ સ્કૂલ ખાતે 15મી ઓગસ્ટ પૂર્વે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ભૂલકાઓએ ઉત્સાહભેર આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.દેશભક્તિના માહોલમાંમા દેશપ્રેમ સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયા હતા. શાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોને સ્વતંત્રતા દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.