મોરબી : ભારત સરકાર દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં એક જવાહર નવોદય વિદ્યાલય સ્થપાયેલ છે. મોરબી જિલ્લાની નવી મંજૂર થયેલી જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા અંગેજી માધ્યમની ધોરણ 6 થી 12નું શિક્ષણ આપતી કૉ એજ્યુકેશનની શ્રેષ્ઠ નિવાસી શાળામાં આપના સંતાનને અંગેજી માધ્યમની શાળા જ્યાં સમગ્ર મોરબી જિલ્લામાંથી ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે 6000 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. અને માત્ર 80 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે. ત્યારે એવી શ્રેષ્ઠ શાળામાં ધોરણ- 9 અને 11 માં વિનામૂલ્યે, શિક્ષણ, રહેઠાણ, ભોજન તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ અત્યંત આધુનિક શાળા સંકુલ તેમજ શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શિક્ષણ મેળવવાની ઉત્તમ તક છે. જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.પ્રવેશ મેળવવા માટે અગત્યની તારીખોઆવતા વર્ષમાં ધોરણ 9 અને 11 માટે ઓનલાઇન અરજીઓ કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2025 છે. પરંતુ ચાલુ સત્રમાં હાલમાં નવોદય વિદ્યાલય મોરબીમાં 13 જગ્યા વિજ્ઞાન પ્રવાહમાં ખાલી છે તેમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા અથવા ગુજરાત માધ્યમમાં ભણતા પરંતુ અંગ્રેજી માધ્યમમાં ભણવા ઇચ્છિત બાળકો માટે સીધા સંપર્ક કરીએ. ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2025 છે જેનો લાભ અત્યારે 11મા માં ભણતા અને જેને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આ વર્ષે લેવું હોય તેના માટે આ સગવડ ઉપલબ્ધ છે તે માટે રૂબરૂ વિદ્યાલયમાં આવીને ફોર્મ ભરવાનું રહેશે.મોરબી જિલ્લાની અંગ્રેજી માધ્યમની શાળાના તમામ વાલીઓને જણાવાયું છે કે. આપ વિના મુલ્યે આપના બાળકને જવાહર નવોદય મોરબી મુકામે અભ્યાસ માટે પ્રવેશ પત્ર જરૂર ભરાવો. ખાનગી શાળાઓની મોંઘી ફી થી આપને મુક્તિ મળે. તેમજ ભારત સરકાર દ્વારા ચાલતી આપના જિલ્લાની શ્રેષ્ઠ અંગેજી માધ્યમની શાળામાં આપના સંતાન વિના મુલ્યે તમામ સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકે. નવોદય વિદ્યાલય મોરબીમાં માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ આપના સંતાનના સર્વાંગી વિકાસનું ધડતર અહીં કરવામાં આવશે. આપનું સંતાન ભારતનું ભવિષ્ય છે ત્યારે વિના મુલ્યે તમામ સુવિધા સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાનું અમૂલ્ય અવસર ચુકી ન જવાય એ માટે જલ્દીથી ફોર્મ ભરવા જણાવાયું છે.નવોદય વિદ્યાલય મોરબીની વિશેષતાઓ- 30 એકરમાં વિસ્તાર પામેલ હજારો વૃક્ષોની હરિયાળીથી શોભતું અત્યંત આધુનિક નવું નિર્માણ પામેલ સંકુલ.જે માટે જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, તેમજ જિલ્લા પંચાયત નો અમૂલ્ય સહયોગ.- દર વર્ષે UPSC પરીક્ષા પાસ કરીને 30 થી 40 IAS અને IPS બનનાર નવોદયના વિદ્યાર્થીઓ.- રાજ્યના તમામ શ્રેષ્ઠ હોદ્દાઓને આરૂઢ કરવા GPSC ની પરીક્ષામાં નવોદયના વિદ્યાર્થીઓ અગ્રતા ક્રમે.- સમગ્ર ભારત માં ધોરણ -10 અને 12 નું શ્રેષ્ઠને ટોચની સંસ્થા એટલે જવાહર નવોદય વિદ્યાલય.- JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં નવોદયના વિદ્યાર્થીઓનું ઉત્તમ પરિણામ.- વિદ્યાલયની અંદર તમામ સગવડતા ધરાવતા હોસ્ટેલ, ક્લાસરૂમ અને લેબોરેટરી હોય છે,સાથે સાથે શારીરિક વિકાસ માટે બે સ્પોર્ટ્સ ટીચર હોય છે જેની અંદર બાળકોને અલગ અલગ પોતાના ઇન્ટરેસ્ટ મુજબ ગેમની સુવિધા છે ,જમવા માટે સુંદર મેસ અને ડાઇનિંગ હોલ છે જેમાં બાળકો અને શિક્ષકો દ્વારા નિશ્ચિત કરેલા મેનુ મુજબ ગુણવંત્તા યુક્ત શ્રેષ્ઠ ભોજન આપવામાં આવે છે.- સમગ્ર ભારતમાં લેવાયેલ પરીક્ષા પાસ કરી સિલેક્ટ થયેલ શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ.- તમામ વર્ગખંડ અત્યાધુનિક સ્માર્ટ ટેક્નોલોજી ધરાવતા સ્માર્ટ ક્લાસ. જેમાં શિક્ષણ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડિઓ અને ઉત્તમ કોચિંગની સુવિધા.- CBSE બોર્ડ સંચાલિત અંગ્રેજી માધ્યમની સંપૂણ મફત રહેવા જમવાની સુવિધા સાથે જિલ્લાની ગુણવત્તા યુક્ત શિક્ષણ આપતી એક માત્ર શાળા એટલે જવાહર નવોદય વિદ્યાલય મોરબી.તમામ સુવિધા ઉત્તમ હોવાથી નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે હંમેશા ખુબ સ્પર્ધા રહે છે. પરંતુ ધોરણ 10 પછી અન્ય પ્રવાહ પસંદ કરવાથી તેમજ ઘણીવાર અંગત કારણોસર વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરતા હોય છે. ત્યારે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ સુધી સરકારનો આ લાભ મળે એટલે નવોદય વિદ્યાલય સમિતિ ખાલી રહેલ જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા પુનઃ કરતી હોય છે.અન્ય બાળક સ્કૂલ ગુજરાતી માધ્યમના હોવાથી ઇંગ્લિશ માધ્યમમાં આવવા માટે ઓછા રસ ધરાવે છે પરંતુ ઘણા બધા એવા બાળકો છે જેમાં બહારથી આવેલા મજૂર વર્ગ હોય અથવા નોકરી કરતા કર્મચારી તેમજ ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા જરૂર મંદ વિદ્યાર્થીઓ હોય તેને આ પ્રવેશ પરીક્ષાની માહિતી યોગ્ય સમયે ન મળવાના કારણે આમાં એપ્લિકેશન બહુ ઓછા આવે છે જેથી અલગ અલગ પ્રવાહની ખાલી જગ્યા રહી જાય છે. નવોદય મોરબીમાં આવતા વર્ષમાં હાલમાં 11 સાયન્સ હોવાથી અને આવતા વર્ષે કોમર્સ સ્ટીમ શરુ થવાની છે જેથી મોરબી જિલ્લામાં અત્યારે ધોરણ 10 માં ભણતા બધા બાળકો અને વાલીઓ માટે આ એક સુવર્ણ તક છે. તમામ ઇંગ્લીશ મીડીયમની શાળાઓ લગભગ પ્રાઇવેટ હોય છે અને એવા સ્કૂલ તેના સ્કૂલમાંથી બાળકો બહાર ન જાય માટે આ સગવડની માહિતી બાળકો સુધી પહોંચતી નથી અને સાચા અને જરૂર મંદ વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે ક્ષમતા ન હોવા છતાં વાલીઓ મોટી મોટી ફી આપીને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હોય છે. ત્યારે તેવા બાળકો આ સગવડથી વંચિત રહી જાય છે