સવારે ૦૮:૦૦ કલાકે શોભાયાત્રા, ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે રાસ ગરબા અને બપોરે ૧૨:૦૦ કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે મોરબી : ગોકુળનગર રામજી મંદિર ખાતે ગોકુલનગર યુવા ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૬-૦૮-૨૦૨૫ને શનિવારના રોજ યોજાનાર આ મહોત્સવમાં બાળ-કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ લેવા સહપરિવાર પધારવા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની રૂપરેખા મુજબ, સવારે ૦૮:૦૦ કલાકે શોભાયાત્રા નીકળશે, ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે.જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન જે કોઈ બાળકો રાધા-કૃષ્ણ,સુદામા ગોપી, ગોવાળીયા તથા ગોપી મંડળના પાત્ર ભજવવા માંગતા હોય તેમને પોતાના ઘરેથી તૈયાર થઈને આવવાનું રહેશે. રાધા-કૃષ્ણનું પાત્ર બે દીકરીઓએ લેવાનું રહેશે, જ્યારે છોકરાઓ ગોવાળીયાનું પાત્ર ભજવશે. જેમાં રાધા-કૃષ્ણની ૧ જોડી તેમજ સુદામાનું પાત્ર ૧ બાળકે ભજવાનું રહેશે.જે રાધા-કૃષ્ણની જોડી સુવર્ણગુપ નક્કી કરશે.ગોપી મંડળ તથા ગોવાળીયાની સંખ્યા ગમે તેટલી ચાલશે.