મોરબી : મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે તે માટે તારીખ 14 ઓગસ્ટ ને ગુરુવારના રોજ સવારે 9 વાગ્યાથી સુપર માર્કેટ પાસે 15,000 તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે. તો રાષ્ટ્રપ્રેમી આ તિરંગા વિતરણનો લાભ લેવા અપીલ કરાઈ છે.