મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં વાડીના કૂવામાં ડૂબી જતાં છોટા ઉદેપુર જિલ્લાની વતની યુવતીનું તેમજ વાંકાનેર શહેરમાં મચ્છુ નદીમાં ડૂબી જતાં અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં કઝારીયા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની સપનાબેન મનહરભાઈ નાયકા ઉ.22 નામની યુવતી વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઈ નાનજીભાઈ વડવાસીયાની વાડીના કૂવામાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે બીજા બનાવના વાંકાનેર શહેરમાં મચ્છુ નદીમાં ખોડિયાર ખાડામા પાણીના વહેણમાં ડૂબી જતાં અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બન્ને બનાવમાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.