મોરબી: વેજલપર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત વેજલપર શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા 16 ઓગસ્ટ ને શનિવારના રોજ સવારે 8 કલાકે શ્રી રામજી મંદિરથી પ્લોટ સુધી યોજાશે. વેજલપર શોભાયાત્રા સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં સમસ્ત ધર્મપ્રેમી જનતાને જોડાવા અને દર્શનનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.