મોરબી : લુંટાવદર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગામ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત શોભાયાત્રા અને મટકીફોડ જેવા કાર્યક્રમો યોજાશે. શોભાયાત્રાનો પ્રારંભ સવારે 8 કલાકે શિવ મંદિરથી થશે. ત્યારબાદ મટકીફોડનો કાર્યક્રમ બપોરે 11 કલાકે શિવ મંદિર ખાતે યોજાશે. આ ભવ્ય આયોજનમાં સૌ ભક્તજનોને સહપરિવાર પધારીને બાળ-કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.