મોરબી: જીવાપર(અ) ગામે સમસ્ત ગ્રામજનો અને યુવા ગ્રુપ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મટકીફોડ તથા રથયાત્રા અને રાસ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમ તા. ૧૬-૦૮-૨૦૨૫, શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે શરૂ થશે. જેમાં કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ માણવા માટે સૌને સહપરિવાર પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.