વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી જુગાર રમી રહેલા 13 આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં શહેરના વેલનાથપરા, નવાપરા અને લીંબાળા ગામે સીટી પોલીસે અને કોટડા નાયાણી ગામે તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં તાલુકા પોલીસે કોટડા નાયાણી ગામે દરોડો પાડી આરોપી કાસમભાઈ આહમદભાઈ ઠેબા, ફિરોજભાઈ અલ્લારખાભાઈ ઠેબા અને આરોપી બસીરભાઈ ઉર્ફે સબીરભાઈ કાસમભાઈ પલેજાને રોકડા રૂપિયા 1000 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.બીજા દરોડામાં સીટી પોલીસે વાંકાનેર શહેરના વેલનાથપરામા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મનોજ જગદીશભાઈ સંખેસરિયા અને મુકતાબેન રમેશભાઈ સાંથલીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2500 કબ્જે કર્યા હતા.જ્યારે ત્રીજા દરોડામાં સીટી પોલીસે નવાપરામાં મચ્છુ નદીના પુલના છેડે જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમી રહેલા આરોપી નાનજી ઉર્ફે નાનાભાઈ છનાભાઈ કડીવાર અને આરોપી મનોજ રમેશભાઈ કડીવારને રોકડા રૂપિયા 2750 સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત ચોથા દરોડામાં સીટી પોલીસે લીંબાળા ગામે દરોડો પાડી આરોપી રમેશ વરવાભાઇ કાંટોડીયા, રણછોડ રાઘવભાઇ કાટોડીયા, ગડા ગીધાભાઇ અબાણીયા, નવઘણ જીવાભાઇ કાંટોડીયા, કેવલ દીપાભાઇ કાંટોડીયા અને વીશાલ સેલાભાઇ કાંટોડીયાને રોકડા રૂપિયા 540 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.