ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં પડધરી રોડ ઉપર આવેલ સાર્જન્ટ પોલીપેક નામના કારખાનામાં કામ કરતો મૂળ ઉતરપ્રદેશનો વતની પ્રિન્સ લાલબહાદુર રાજભર ઉ.19 નામનો યુવાન અચાનક બેભાન બની જતા સારવાર માટે પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.