અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રેલીનું ભવ્ય આયોજનમોરબી : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ- મોરબી દ્વારા તારીખ 14 ઓગસ્ટ ને ગુરુવારના રોજ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે મસાલ સાથે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 કલાકે આ બાઈક રેલી મહારાણા પ્રતાપજી સર્કલથી નીકળી મોરબીનાં રાજમાર્ગો પર ફરી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, નવા બસસ્ટેન્ડ, મોરબી ખાતે પૂર્ણ થશે. તો આ ભવ્ય મસાલ (બાઈક) રેલીમાં સર્વે હિન્દુ સમાજનાં બંધુઓએ સમયસર હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.