ટંકારા : ટંકારા તાલુકાના દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે આજ રોજ 12 ઓગસ્ટે નશાકારક બાબતો અને રોડ સેફ્ટી અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી, આરટીઓ કચેરી, એસઓજી મોરબી અને ટ્રાફિક પોલીસ અધિકારી દ્વારા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં આરટીઓ ઈન્સ્પેક્ટર આર.એ. જાડેજા, મોરબી ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી. સોમૈયાએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓને આરટીઓ અને રોડ સેફ્ટી વિશે માહિતી આપી હતી તથા નશાકારક પદાર્થોના સેવન અને તેના નિયંત્રણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અંતમાં ટ્રાફિક ઈન્સ્પેક્ટરએ ટ્રાફિકથી થતી સમસ્યાઓ અને તેના નિવારણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં માર્ગદર્શન બદલ સંકુલના ટ્રસ્ટી તુલસીભાઈ અને સદાતિયા સાહેબે તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.