મોરબી: મોરબીમાં એક તરફ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત 'હર ઘર સ્વચ્છતા' થીમ પર શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ શનાળા રોડ પર આવેલા શાક માર્કેટ વિસ્તારમાં ઓમ શાંતિ સ્કૂલના ગ્રાઉન્ડમાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળ્યા છે.ગ્રાઉન્ડની વચ્ચે પડેલા કચરાના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કચરામાં પ્લાસ્ટિકનો પણ હોવાથી પશુઓના પેટમાં પણ પ્લાસ્ટિકનો કચરો જઈ રહ્યો છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યો છે. ત્યારે આ કચરાનો તાત્કાલિક અને યોગ્ય નિકાલ કરવા લોકમાંગ ઉઠી છે.