મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તા. 13-8-2025 ને બુધવારના રોજ સવારે 8 થી 1 કલાક દરમ્યાન મોરબી (૨) રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી, બાપા સીતારામ ચોક, પોસ્ટ ઓફિસ સામે, સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતદરે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં ફૂલ છોડના કલમી, રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ પાવડર, ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, એલોવેરા, લીમડા, અરીઠા, શિકાકાઈ, સાબુ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન, સામગ્રી, દેશી, ખાંડ, ગોળ, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, સાતમ આઠમની ખાસ ઓફરમાં માટીમાંથી બનાવેલ નોનસ્ટિક તાવડી, કપ-રકાબી, બરણી, ગ્લાસ વગેરે વસ્તુઓનું વેચાણ કરાશે. તેમજ આ સંસ્થા દર મહિનાના ત્રીજા બુધવારે ખેડુત હાટ ભરે છે તો કાપડની થેલી લઈ આવવા રામભાઈ આહીર (મો. નં. 9825109184) અને લાલુભા એમ ઝાલા (મો. નં. 9879253410) દ્વારા જણાવવામાં આવ્યું છે.