માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)ના સોનગઢ ગામે આગામી તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સવારે 8 વાગ્યે રથયાત્રા નીકળશે અને ગામની બજારમાં આ રથયાત્રા ફરશે. રથયાત્રા બપોરે 12 વાગ્યે પૂર્ણ થશે. રથયાત્રા દરમિયાના રાસની રમઝટ બોલશે. બપોરે 12 કલાકે મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે સૌ માટે ફળાહારનું પણ આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમનો લ્હાવો લેવા સર્વે ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.