માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)ના જુના ઘાંટીલા ગામે જુના ઘાંટીલા યુવા ગ્રુપ દ્વારા તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ ધામધૂમથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 2 વાગ્યાથી રથયાત્રાનો પ્રારંભ થશે. જે પંચવટી શક્તિ પ્લોટના ઉગમણા ઝાંપે થઈ મેઈન બજારથી આથમણા ઝાંપા સુધી પસાર થશે. તે દરમિયાન મટકી ફોડનું પણ આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમમાં પધારવા જુના ઘાંટીલાની સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા જુના ઘાંટીલા યુવા ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.