મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક પાસે કચરાનો ઢગલો થયો છે. અહીં જાણે ન્યુસન્સ પોઇન્ટ હોય તેમ લોકો દ્વારા પણ કચરો નાખવામાં આવી રહ્યો છે. ત્યારે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરી અહીં કચરો હટાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.