મોરબી અપડેટ અને વહીવટી તંત્ર દ્વારા 'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાન અંતર્ગત સ્પર્ધાનું આયોજનમોરબી : ડ્રગ્સના દુષણ સામે જાગૃતિ લાવવા મોરબી અપડેટ તથા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'ડ્રગ્સને ડીલીટ કરીએ' વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તારીખ 12 ઓગસ્ટના રોજ મોરબીની ઘુનડા (સ.) સરકારી માઘ્યમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ડ્રગ્સને ડીલીટ કરીએ વિષય પર મોરબીની ઘુનડા (સ.) સરકારી માઘ્યમિક શાળામાં યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ધોરણ 9ના વિદ્યાર્થીઓએ પોતાની મૌલિકતાથી ઉપરોક્ત નિબંધ અંગે લખવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તમામ નિબંધને શિક્ષકો દ્વારા તપાસવામાં આવ્યા હતા અને પછી પ્રથમ નંબરની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ નંબરે ધોરણ 9ની વિદ્યાર્થિની કિંજલ દિનેશભાઈ સુરેલા વિજેતા થયા હતા. આ વિજેતા સ્પર્ધક હવે મુખ્ય સ્પર્ધામાં ભાગ લેશે.મહત્વનું છે કે, મોરબી અપડેટ અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડ્રગ્સ સામે જાગૃતિ લાવવા શાળા અને કોલેજ એમ બે કેટેગરીમાં વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યું છે. સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ જે તે શાળા કે કોલેજમાં યોજવામાં આવશે. તેમાથી પસંદગી પામેલ માત્ર પ્રથમ વિજેતાને મુખ્ય સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. મુખ્ય સ્પર્ધામાં 10 સ્પર્ધકોની પસંદગી થશે. જેમને ફાઈનલ રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે. તેમાથી પ્રથમ ત્રણ વિજેતાનું ઈનામ આપી સન્માન કરવામાં આવશે.બંને સ્પર્ધા માટે ગુજરાતી અથવા હિંદી ભાષા માન્ય રહેશે. સ્કૂલમાં માત્ર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને કોલેજમાં પણ સ્નાતક કે અનુસ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાગ લઈ શકશે. સ્કૂલ તેમજ કોલેજની સ્પર્ધા તારીખ 11 ઓગસ્ટ સુધીમા પુર્ણ કરી વિજેતાના નામ 12 ઓગસ્ટ પહેલા મોકલી આપવાના રહેશે.