જુના નાગડાવાસમાં 9, બંધુનગરમાં 5, મોરબીના વીસીપરામાં 8 અને હળવદમાંથી 6 લોકોની ધરપકડમોરબી : મોરબી જિલ્લામાં તહેવાર ટાણે જુગારની મોસમ ખીલી છે. તેવામાં પોલીસે જુના નાગડાવાસ, બંધુનગર, મોરબીના વીસીપરા અને હળવદમાં દરોડો પાડી જુગાર રમતા ૨૮ જુગારીઓને પકડી લઈ તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી તાલુકા પોલીસે જુના નાગડાવાસ ગામે સરકારી સ્કૂલ પાછળ દરોડો પાડી જુગાર રમતા (૧)જુસબભાઇ બાબુભાઇ સુમરા, (૨) મુકેશભાઇ મનુભાઇ રાઠોડ, (૩) સુંદરજીભાઇ ગજુભાઈ સાંતોલા, (૪) સુંદરામભાઇ લક્ષમણભાઇ સાંતોલા,(૫) સંદીપભાઇ ચંદુભાઇ ઉપસરીયા, (૬) પરશોતમભાઇ દેશાભાઈ રાઠોડ,(૭) વનરાજભાઇ રામજીભાઈ થરેશા, (૮) રણજીતભાઇ ગજુભાઈ સાંતોલા, (૯) રમેશભાઈ મહીપતરામ નીમાવતને રૂ.૩,૦૯,૪૭૫ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસે બીજા દરોડામાં બંધુનગર ગામે ઇટાલિકા સિરામિક પાસે જુગાર રમતા (૧)નીલેષભાઇ ઘનશ્યામભાઇ મેમકીયા, (૨) મહેન્દ્રસિંહ દીલુભા જાડેજા, (૩) મનીષભાઇ શ્રીબુધ્ધસાગર શુકલા, (૪) મનોહરભાઇ રૂષભભાઇ, (૫) સંદીપભાઇ રામશંકરભાઇ કુમારને રૂ.૧૪,૮૯૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વીસીપરામાં બીલાલી મસ્જીદ પાસે જાહેરમાં જુગાર રમતા (૧)મુકેશભાઇ માવજીભાઇ જોગડીયા, (૨) ઉમરફારૂકભાઇ હારૂનભાઈ માણેક, (૩) અકબરભાઈ કાસમભાઇ કટીયા, (૪) નિજામભાઇ સલીમભાઈ મોવર, (૫) રફીકભાઇ હાસમભાઇ કાશમાણી મીયાણા, (૬) અસ્લમભાઇ કરીમભાઇ માણેક, (૭) આસીફભાઇ હાજીભાઈ જોગીયા, (૮) શાહરૂખભાઇ ફીરોજભાઈ પઠાણને રોકડા રૂ.૩૫,૨૫૦ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. હળવદ પોલીસે ગૌરી દરવાજા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા (૧) ઘનશ્યામભાઈ નાનજીભાઈ પરમાર, (૨) ભરતભાઇ મનજીભાઇ તારબુંદીયા, (૩) દિનેશભાઈ કરશનભાઇ પરમાર, (૪) વિપુલભાઈ રણછોડભાઈ રાઠોડ, (૫) પિયુષભાઇ દનાભાઇ રાઠોડ, (૬) ગૌતમભાઇ ગણેશભાઈ ચૌહાણને રૂ.૭૩,૪૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.