મોરબી : લાલપર ગામ સમસ્ત તથા લાલપર યુવા ગૃપ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 15-8-2025 ને શુક્રવારના રોજ રામજી મંદિર ચોક ખાતે રાત્રે 8:30 કલાકે રાસ-ગરબા, તા. 16-8-2025 ને શનિવારના રોજ રામજી મંદિર ચોકથી રથયાત્રા તથા બપોરના 12 કલાકે માટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આયોજનનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.