11 કેવી થીઓસ JGY ફીડર હેઠળના વિસ્તારમાં સવારે 9:00 થી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા આવતીકાલે 12 ઓગસ્ટ 2025ને મંગળવારના રોજ, મેઈન્ટનન્સની કામગીરીના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં 11 કેવી થીઓસ JGY ફીડર હેઠળ આવતા તળાવિયા શનાળા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સવારે 9:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ઉપરોક્ત ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વિસ્તારોમાં વીજકાપ રહેશે.