મોરબી : ગઈકાલે તારીખ 10 ઓગસ્ટના રોજ શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા કૃષ્ણ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો કૃષ્ણ જીવન ચરિત્રના વાંચન તરફ દોરાય અને કૃષ્ણ ચરિત્રને સમજીને જીવનમાં અનુસરે તે હેતુથી આ ક્વિઝનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં 12 વર્ષના બાળકથી માંડીને 75 વર્ષ સુધીના વૃદ્ધો પણ જોડાયા હતા.આ સ્પર્ધામાં પ્રથમ નંબરે નારણીયા મીત લલિતભાઈ, બીજા નંબરે મહીજડીયા રેખાબેન જયેશભાઈ અને ત્રીજા નંબરે નારણીયા દિનેશભાઇ આંબાભાઈ વિજેતા થયા હતા. આ ઉપરાંત જયંતિભાઈ મોહનભાઈ ભોરણીયા, બરાસરા પાર્થ જયેશભાઈ અને બરાસરા ધ્રુવ રમણીકભાઈ પ્રોત્સાહક વિજેતા તરીકે જાહેર થયા હતા.