રાત્રે 8 વાગ્યે ડીજે અને ભરવાડી રાસની રમઝટ બોલશે: પોણા બાર વાગ્યે આરતી બાદ બાર વાગ્યે મટકી ફોડનું ભવ્ય આયોજનમોરબી: મોરબી નજીક આવેલા બગથળા ગામે જય ગોપાલ ગ્રુપ ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ આગામી શનિવાર, તારીખ 16 ઓગસ્ટ, 2025ના રોજ ઉજવાશે.જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત રાત્રે 8 વાગ્યે નકલંક મંદિરથી નિશાળના ચોક સુધી ડીજે અને ભરવાડી રાસની રમઝટ બોલશે. ત્યારબાદ, રાત્રે પોણા બાર વાગ્યે કિશન ભગત દ્વારા આરતી કરવામાં આવશે. આરતી બાદ, રાત્રે બાર વાગ્યે મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ યોજાશે, ત્યારે આ જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લેવા માટે સર્વ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.