મોરબી : મોરબી- જેતપર હાઇવે તાજેતરમાં બનાવામાં આવેલ હતો. જેમાં જેતપર ગામ પાસેનો રોડ તૂટી જતા લોકોને હાલાકી પડી રહી હતી. તેવામાં ગ્રામજનોએ જિલ્લા પંચાયતના અજય લોરીયાને જાણ કરી હતી. જેથી લોકોને પડતી હાલાકી દૂર કરવા અજય લોરીયા દ્વારા આ રોડ ઉપર સ્વ ખર્ચે રીપેરીંગ કાસમ કરાવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.