ટંકારા : ગત તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં આદિવાસી ભીલ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિસ્ત અને સંયમ સાથે આયોજિત આ રેલીમાં સેંકડો મૂળ નિવાસી પોતાના સાંસ્કૃતિક પહેરવેશ અને ઓજારો સાથે જોડાયા હતા. ટ્રાફિકને અડચણ ન થાય એવા ઉમદા આશયથી રેલીનું પ્રસ્થાન ડો.આંબેડકર હોલથી શરૂ થઈ, શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ખિજડીયા ચોકડી પાસે સમાપ્ત થઈ હતી. ગત વર્ષે મોરબી રોડ પર રેલી યોજાઈ હતી, પરંતુ આ વખતે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગ બદલાયો હતો. આ શોભાયાત્રામાં બિરસા મુંડાના ગગનભેદી નારા સાથે જય જોહારના નાદ અને ડી.જે.ના તાલે લોકોએ ઉત્સાહભેર આનંદ માણ્યો હતો.