મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 11 ઓગસ્ટ ને સોમવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો, જુવાર, મગ, ચણા, અને ગુવાર બી ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 554 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 554 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 180 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 1786 સુધી બોલાયા હતા. તો જીરુંના 3530, બાજરાના 585, જુવારના 699, મગના 1590, ચણાના 1140 અને ગુવાર બીના 946 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના ભાવ ઘટીને પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 200 રૂપિયા, ગુવારના 900 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 1000 રૂપિયા, કોબીજના 340 રૂપિયા, કાકડીના 300 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 260 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.