૧૪ ઓગસ્ટ ૨૦૨૫ને ગુરુવારથી ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ને સોમવાર સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશેવાંકાનેર: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વાંકાનેર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. સમિતિ દ્વારા તમામ દલાલો, વેપારીઓ અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ ને ગુરુવારથી ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ને સોમવાર સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.આ રજાના દિવસો દરમિયાન યાર્ડમાં કોઈપણ પ્રકારની જણસી ઉતારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ને સોમવારથી ફરીથી જણસીની ઉતરાઈ શરૂ કરવામાં આવશે. આ અંગે નોંધ લેવા યાદીમાં જણાવાયુ છે.