મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી, 24 હજાર રોકડા જપ્ત મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર અને મકનસરમાં બે અલગ અલગ દરોડામાં દસ જુગારીઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઇ કુલ રૂપિયા 24 હજાર કબ્જે કરી તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રફાળેશ્વર ગામે દરોડો પાડી આરોપી રવિભાઈ ઘોઘાભાઈ નૈયા, વિજયભાઈ માધાભાઇ સીતાપરા, અજયભાઇ જસુભાઈ મકવાણા, મુન્નાભાઈ ગીરીશભાઈ સોલંકી અને જયેશભાઇ જસુભાઈ મકવાણાને રોકડા રૂપિયા 12,500 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જયારે બીજા દરોડામાં મકનસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી શૈલેષ ધીરુભાઈ દેગામા, શનિ જગદીશભાઈ સુરેલા, બડાભાઈ સવજીભાઈ ઝીંઝુવાડિયા, પ્રવીણ ગાંડુભાઇ અબાસાણી અને વિક્રમભાઈ લાલજીભાઈ દારોદરાને રોકડા રૂપિયા 11,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.