ટંકારા : તાલુકાના સરાયા ગામની સરાયા તાલુકા શાળામાં શૈક્ષણિક, સહ અભ્યાસિક, સામાજિક અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. હાલ જન્માષ્ટમીના તહેવારનું આગમન થઈ રહ્યું હોય સરાયા તાલુકા શાળામાં નંદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલવાટિકા થી ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓએ સુંદર મનગમતા સાંસ્કૃતિક વેશભૂષામાં તૈયાર થઈ કાર્યક્રમ ઉજવ્યો હતો. શાળા કક્ષાના આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તેમજ આચાર્ય ચુનિલાલ ઢેઢીએ જહેમત ઉઠાવી હતી.