મોરબી : મોરબીના સામા કાંઠે આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 16 ઓગસ્ટ ને શનિવારના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિરે બપોરે 12 કલાકે મહા આરતી અને 12:30 કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. તો આ કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.