રથયાત્રા, મટકી ફોડ અને રાસ ગરબાના કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબીના ચકમપર ગામ સમસ્ત તથા જન્માષ્ટમી યુવક મિત્ર મંડળ દ્વારા તારીખ 15 ઓગસ્ટ ને શુક્રવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સવારે 8:30 રામજી મંદિર ચોકથી રથયાત્રા નીકળશે જે બપોરે 12 કલાકે પૂર્ણ થશે. સાથે મટકીફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાંજે 4 કલાકે રાસ ગરબા તથા કૃષ્ણ જન્મોત્સવ પ્રોગ્રામ યોજાશે. અને રાત્રે 9 કલાકે રાસ ગરબાનું આયોજન થશે. તો આ ઉત્સવમાં સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.