9 ઓગસ્ટના રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવી ભારતના 79માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાઈ મોરબી : 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરશે ત્યારે અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પારસીપેની શહેરમાં વસતા મોરબી સહિતના ભારતીયો દ્વારા 9 ઓગસ્ટના રોજ ભારતના 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પારસીપેની શહેરમાં સવારે 9 વાગ્યે ભારતીય ધ્વજ આન બાન શાન સાથે લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પારસીપેનીના મેયર જેમ્સ બાર્બેરિયો અને ઈન્ડિયન અમેરિકન સિનિયર એસોસિએશનના પ્રેસિડેન્ટ, ઈવેન્ટ ચેરમેન જીગર શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે ઈન્ડિયન એમેરિકન સિનિયર એસોસિએશન ઓફ મોરિસ કન્ટ્રીના ચેરમેન રજનીભાઈ પટેલ, ગુણવંત આરદેસણા ઉપસ્થિત રહ્યાં હતાં. કોર્ડિનેટર તરીકે તુષાર અમીન અને સેજલ મહેતા, માસ્ટર ઓફ સેરેમની સંજીવ પંડ્યા, પ્રેસિડેન્ટ વિષ્ણુભાઈ પટેલ સહિતના લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી હતી. આ પ્રસંગે સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આજ્ઞા ભોરણીયા તેમજ એસ.એસ. એસ. દ્વારા રાષ્ટ્રગાન રજૂ કરાયું. આ ઉપરાંત ભારતીય મંદિરો, સનાતન, વ્રજધામ, બીએપીએસ, RSS, HSS સહિતના સહભાગી બન્યા હતાં. તેમજ અંતમાં સૌએ સાથે મહાપ્રસાદ લીધો હતો.