મોરબી : મોરબીના લખધીરનગર (નવાગામ) ખાતે ગોપાલ ગ્રુપ, ભરવાડ સમાજ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ જન્માષ્ટમીની રાત્રે 12 કલાકે યોજાશે. આ ઉપરાંત દિવસ દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગોપાલ ગ્રુપ દ્વારા સમસ્ત લખધીરનગર (નવાગામ)ની જનતાને આ શોભાયાત્રામાં જોડાઈને ઉત્સાહભેર ભાગ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.