મોરબી : એમ. પી. પટેલ ગ્રુપ ઓફ એજ્યુકેશનના બીજા વર્ષના બી.એડ.ના તાલીમાર્થીઓએ ભુજની મુલાકાત લીધી હતી. જેમાં કબરાઉ સ્થિત મણીધર મોગલ માના આશીર્વાદથી આ પ્રવાસની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ભુજમાં આવેલા સ્મૃતિવન મ્યુઝિયમ, સાયન્સ રીઝનલ સેન્ટર અને વંદે માતરમ મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી.તાલીમાર્થીઓએ ગુજરાતમાં 2001 માં આવેલા ભૂકંપની સમગ્ર માહિતી મેળવી હતી તથા વિજ્ઞાન ક્ષેત્રે સંબંધિત નેનો ટેકનોલોજી, વનસ્પતિશાસ્ત્ર જેવી વિવિધ શાખાઓનો અભ્યાસ કર્યો હતો અને ભારતીય સંસ્કૃતિની વિવિધ કલાઓની માહિતી મેળવી હતી.