રૂ. 1,00,473 રોકડા સાથે રાજુ રામજીભાઈ ડાભીની ધરપકડ હળવદ: હળવદ પોલીસે ગઈકાલે સમલી ગામે થયેલ મંદિરની ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીની રૂ.1,00,473 રોકડા સાથે ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે ચોરીના આરોપી રાજુ રામજીભાઈ ડાભી (રહે. ગામ વિરપર, જી. મોરબી) ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી સમલી ગામે આવેલા ચામુંડા માતાજીના મઢમાંથી ચોરી કરાયેલા રૂપિયા 1,00,473/- રોકડા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે 40,000ની કિંમતનું મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે.