મોરબી: મોરબી તાલુકા પોલીસે લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરીને તેમને સુરત અને વડોદરાની મધ્યસ્થ જેલ હવાલે કર્યા છે.મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેમાં સિકંદરભાઈ ઇકબાલભાઈ કટિયા (ઉં.વ. 19) અને સિકંદરભાઈ ઉર્ફે સિકલો મુસ્તાકભાઈ હૈદરભાઈ કાજેડીયા (ઉં.વ. 19)ની તાલુકા પોલીસે અટકાયત કરી છે. તેમાંથી સિકંદરભાઈ ઇકબાલભાઈ કટિયાને લાજપોર, સુરત મધ્યસ્થ જેલ જ્યારે સિકંદરભાઈ ઉર્ફે સિકલો મુસ્તાકભાઈ હૈદરભાઈ કાજેડીયાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.