મોરબી : મોરબીમાં આજે ટ્રાફિક શાખા દ્વારા અનોખી રીતે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ટીઆરબી બહેનોએ નગરદરવાજા પાસેથી નીકળતા ભાઈઓના કાંડે રાખડી બાંધી તેમના બહેન બીને સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. સામે દરેક ભાઈઓએ પણ હેલ્મેટ પહેરવા સાથે ટ્રાફિક નિયમોના પાલનની ખાતરી આપી હતી.