તિરંગા યાત્રા ઉપરાંત રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયુંમોરબી : હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં તિરંગા યાત્રા સહિતના અનેક પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જે અંતર્ગત મોરબીની શ્રી ઉમિયાનગર પ્રાથમિક શાળામાં અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ જાહેર માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશભક્તિના નારા તથા તિરંગા સાથે રેલી યોજી લોકોને તિરંગાના માન પ્રત્યે જાગૃત કર્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પથ્થર તેમજ પાંદડાનો ઉપયોગ કરીને અવનવી રંગોળીઓ બનાવવામાં આવી હતી. તમામ પ્રવૃતિઓમાં વિધાર્થીઓ ઉત્સાહ-ઉમંગ સાથે સહભાગી બન્યા હતા.