મોરબી : મોરબીમાં લખધીરવાસ આર્ય સમાજ ખાતે આજરોજ સવારે 9 વાગ્યા થી 11 વાગ્યા સુધી આર્યોનું મહાપર્વ શ્રાવણી ઉપક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્વાન તરીકે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મનુષ્ય પરના 3 ઋણ અને યજ્ઞોપવિતના 3 તારની વાત વૈદિક રીતે સમજાવી હતી.આ તકે હૈદરાબાદ સત્યાગ્રહના શહીદોને શ્રદ્ધાંજલિ અને નામાવલી બોલવામાં આવી હતી. પુષ્કરભાઈ, શિરીષભાઈ, વિરલભાઈ, સંજયભાઈ પાટડિયા, બકુલભાઈ, વિજયસિંહ અને ચુડાસમાજી, ભરતભાઈ રાણપુરા સહિતનાએ તથા નવા મેમ્બરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉદયભાઈએ મંચ સંચાલન અને વિજયસિંહે આભાર પ્રસ્તાવ કર્યો હતો. મા શાંતિપાઠ અને અલ્પાહાર લઈને કાર્યક્રમ પૂર્ણ થયો. રાત્રિ 9 થી 10.30 શનિ અને રવિ 2 દિવસના સ્વામી શ્રેયસ્પતિના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.